રોકડા રૂ.૧.૦૩ લાખ, મોબાઇલ સહિત કુલ રૂ.૧.૧૩ લાખનો મુદ્દામાલ કબજે.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન ત્રણ શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે મોટા દહીંસરા ગામની સીમમાં ખરાબામાં આવેલ વોકળા કાંઠે કેટલાક શખ્સો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા, જ્યાં જુગાર રમી રહેલ (૧)અમીતભાઇ જેરામભાઇ પટેલ ઉવ.૪૫ રહે.પીપળી, (૨)નગીનભાઇ છગનભાઇ પટેલ ઉવ.૫૪ રહે.ખાખરેચી તા.માળીયા(મી),(૩)વિવેકભાઇ વિનોદભાઇ બાવાજી ઉવ.૩૨ રહે.મોટાદહિસરા તા.માળીયા (મી), (૪)માનસીંગભાઇ દેવાભાઇ કોળી ઉવ.૫૫ રહે.વવાણીયા તા.માળીયા(મી), (૫)હસમુખભાઇ ઉર્ફે અશોકભાઇ વાલજીભાઇ રાઠોડ ઉવ.૪૫ રહે.મોટા દહિસરા તા.માળીયા(મી) તથા (૬)રમેશભાઇ મગનભાઇ પટેલ ઉવ.૫૨ રહે.સરવડ તા.માળીયા(મી) વાળાને રોકડા રૂ.૧,૦૩,૦૦૦/- તથા ૩ નંગ મોબાઇલ કિ.રૂ.૧૦,૫૦૦/- સહિત કુલ રૂ.૧,૧૩,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, દરોડા દરમિયાન આરોપી (૧)શક્તિ કોળી રહે.ધનાળા તા.હળવદ, (૨)અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.મોટાદહિસરા તા.માળીયા(મી) તથા (૩)ચિરાગભાઇ રાધવજીભાઇ પટેલ રહે.સરવડ તા.માળીયા(મી) વાળા નાસી છૂટ્યા હતા જેથી પોલીસે ત્રણેય આરોપીને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તમામ ૯ આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.






