Wednesday, May 27, 2026
HomeGujaratમોરબીમાં શ્રી ટીફીન સેવા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક અને...

મોરબીમાં શ્રી ટીફીન સેવા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક અને સ્કૂલબેગ વિતરણ કરાશે

૨૯ થી ૩૧ મે દરમિયાન બોયઝ હાઈસ્કૂલ ખાતે ૪૦ ટકા કરતા વધુ રાહત દરે શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં શ્રી ટીફીન સેવા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલબેગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત મળે તે માટે આશરે ૪૦ ટકા કરતા વધુ રાહત દરે સામગ્રી આપવામાં આવશે.

મોરબી ખાતે શ્રી ટીફીન સેવા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૯ મે થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન બોયઝ હાઈસ્કૂલ સદભાવના હોસ્પિટલ પાસે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલબેગ વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને આશરે ૪૦ ટકા કરતા વધુ રાહત દરે શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. દર વર્ષે યોજાતા આ સેવાકીય આયોજન પર હજારો પરિવારો વિશ્વાસ વ્યક્ત કરતા આવ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નાનકડા પ્રયાસરૂપે આ સેવા હાથ ધરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન સવારે ૭ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી સેવા આપવામાં આવશે. આયોજકોએ જરૂરિયાતમંદ પરિવારો સુધી માહિતી પહોંચાડવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!