Wednesday, May 27, 2026
HomeGujaratમોરબી અને માળીયામાં વરલીફીચર્સના આંકડાના જુગારના અલગ અલગ દારોડામાં ચાર શખ્સો ઝડપાયા

મોરબી અને માળીયામાં વરલીફીચર્સના આંકડાના જુગારના અલગ અલગ દારોડામાં ચાર શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન અને માળીયા મિયાણા પોલીસે જુગાર વિરોધી ઝુંબેશ હેઠળ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી વર્લી મટકાનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે અન્ય શખ્સોના નામ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે રોકડ રકમ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનાઓ નોંધ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં પોલીસે જુગાર વિરોધી કાર્યવાહી હાથ ધરી હતી. માળીયા મિયાણા પોલીસ દ્વારા મોટી બરાર ગામ પાસે ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપની પાછળ દરોડો પાડી દોસમામદ મહમદભાઈ કટીયા ઉવ.૫૧ રહે. જુના રેલ્વે સ્ટેશસન વાડા વિસ્તાર માળીયા(મી) વાળાને બોલપેન અને ડાયરી વડે વર્લી ફીચરનો જુગાર રમી રમાડતા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂ.૧૪૦ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી અને વાઘપરા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. કબીર ટેકરી વિસ્તારમાં સિરાજભાઈ ઇકબાલભાઈ અજમેરી ઉવ.૩૪ રહે.કબીર ટેકરી શેરી નં.૨ મોરબી વાળાને મોબાઇલ ફોન મારફતે વર્લી મટકાનો જુગાર રમતા ઝડપી પાડીને મોબાઇલ સહિત કુલ રૂ.૩,૨૫૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં અવેશભાઈ અયુબભાઈ કાશમાણીનું નામ ખુલ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. જ્યારે વાઘપરાના નાકા વિસ્તારમાં મોહિનભાઈ મુસ્તાકભાઈ અજમેરી ઉવ.૨૫ રહે. કબીર ટેકરી શેરી નં.૨ મોરબી વાળાને મોબાઇલ મારફત વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા ઝડપી પાડીને રૂ.૫૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ બનાવમાં આરોપી હરીભાઈ નામના શખ્સનું નામ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે.

જુગારના ચોથા દરોડામાં આરોપી હરેશભાઈ પુરણભાઈ થાવરાણી ઉવ.૪૦ રહે.નવલખી રોડ વાસ્તુ ફ્લેટ મોરબી વાળાને જાહેરમાં મોબાઇલ ફોનથી વર્લી મટકાનો જુગાર રમતા ઝડપી પાડી તેની પાસેથી મોબાઇલ અને રોકડ રકમ સહિત રૂ.૫૭૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ચારેય બનાવોમાં પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!