Thursday, May 28, 2026
HomeGujaratવાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવકો ઉપર ૫ શખ્સોનો ધોકા, પાઇપ...

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવકો ઉપર ૫ શખ્સોનો ધોકા, પાઇપ અને છરીથી હુમલો

વાંકાનેર સીટી પોલીસે રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં જૂની અદાવતને કારણે ૫ આરોપીઓએ બે યુવકો ઉપર લોખંડના પાઇપ અને છરીથી આડેધડ હુમલો કર્યો હતો. હુમલામાં બંને યુવકોને ગંભીર ઈજા પહોંચતા તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ, ઘાતક હુમલો અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં આંબેડકરનગર શેરી નં.૪ માં રહેતા રાજેશભાઇ કેશુભાઈ પરમાર ઉવ.૪૧ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપીઓ (૧)કરણભાઈ રમેશભાઈ સારેસા, (૨)સાહીલ મનુભાઈ વાઘેલા, (૩)ચિરાગભાઈ મુળજીભાઈ બોસીયા, (૪)અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા તથા (૫)સિધ્ધાર્થ ઉર્ફે કાનો નરેશભાઈ સારેસા બધા રહે. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૬/૦૫ના રોજ રાત્રીના રાજેશભાઇ અને તેમના સંબંધી મોહિતભાઈ ચાવડા ઠંડુ પીવા માટે જતા હતા ત્યારે આંબેડકરનગર વિસ્તારમાં જ સામેથી આઈ-૨૦ કારમાં આવેલ ઉપરોક્ત ૫ શખ્સોએ અગાઉ દસેક વર્ષ પહેલા છોકરી બાબતના ઝઘડાની અદાવતને લઈને લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં આરોપી કરણભાઈ સારેસા અને સાહિલ વાઘેલા દ્વારા જમણા અને ડાબા હાથમાં ફેકચર જેવી ગંભીર ઈજા કરવામાં આવી, જ્યારે ચિરાગભાઈ બોસીયાએ ડાબા હાથના અંગુઠા પાસે છરી વડે ઘા કર્યો હતો. અન્ય ત્રણ આરોપીઓએ પણ લોખંડના પાઇપથી શરીર પર આડેધડ માર માર્યો અને બંને યુવકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ઇજાગ્રસ્ત બંનેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ, ઘાતક હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!