Thursday, May 28, 2026
HomeGujaratવાંકાનેરમાં મોબાઇલ ઉપર ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેરનો જુગાર રમતા એક પકડાયો, એક...

વાંકાનેરમાં મોબાઇલ ઉપર ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેરનો જુગાર રમતા એક પકડાયો, એક ફરાર

રાજસ્થાન રોયલ અને સનરાઇઝ હૈદરાબાદની મેચમાં હારજીત પર જુગાર, પોલીસની પકડ

- Advertisement -
- Advertisement -

વાંકાનેર પોલીસે આરોગ્યનગરના ઢાળીયા પાસેથી જાહેરમાં આઇપીએલ ટી-૨૦ મેચમાં હારજીત અને રનફેરનો મોબાઇલ મારફત જુગાર રમતા એક સટ્ટોડિયાને ઝડપી લીધો હતો. આ સાથે પોલીસે આરોપી પાસેથી રૂ.૨૦ હજારનો મોબાઇલ અને સોદાની ચીઠ્ઠી કબ્જે લેવામાં આવી હતી. જ્યારે મોબાઇલમાં સામે છેડે સોદા લેનારનું નામ ખુલતા તે આરોપીને પોલીસે ફરાર દર્શાવી બન્ને આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના ગાયત્રી મંદિર પાસેથી આરોપી સન્ની જયંતીભાઈ માણસુરિયા ઉવ.૨૪ રહે. આરોગ્ય નગર ના ઢાળીયા પાસે વાંકાનેર વાળાને જાહેરમાં મોબાઇલ મારફત રાજસ્થાન રોયલ અને સનરાઇઝ હૈદરાબાદની આઇપીએલ ટી-20 મેચમાં હારજીત પર જુગાર રમતો રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી સન્ની માણસુરિયા અન્ય મોબાઇલ નં.૯૨૭૪૧ ૧૪૫૫૪ વાળા સાથે સંપર્કમાં રહી મેચનો સટ્ટો રમતો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી સોદાની ચીઠ્ઠી તથા મોબાઇલ ફોન કિ.રૂ.૨૦ હજાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ મોબાઇલ નંબર ધારકને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ સને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!