ટંકારા તાલુકાના લજાઇ ગામમાં યુનાયટેડ ઇન્સેન્ટી સાઇટ્સ પ્રા. લી. ખાતે યુવકે અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લેતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
ટંકારા તાલુકાના લજાઇ ગામે યુનાયટેડ ઇન્સેન્ટી સાઇટ્સ પ્રા. લી. ખાતે રહેતા મૂળ જગડીયા જી.ભરૂચના વતની રવિન્દ્રભાઇ રણજીતભાઇ વસાવા ઉવ.૩૬ એ ગત તા.૨૬/૦૫ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક મોરબીમાં મંગલમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ ટંકારા પોલીસે મૃતકના પિતા રણજીતભાઈ પાસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.






