Saturday, May 30, 2026
HomeGujaratમોરબીમાં ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમી રમાડતા બે પકડાયા, લાઇન...

મોરબીમાં ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમી રમાડતા બે પકડાયા, લાઇન આઇડી મોબાઈલ ધારક ફરાર

મોરબીના નવા ડેલા રોડ પર અશોક પાન પાસે જાહેરમાં આઇપીએલ ટી-૨૦ મેચમાં ગુજરાત-રાજસ્થાન ટીમ વચ્ચે રન ઉપર હારજીતના સોદા નાખી જુગાર રમી રમાડતા બે જુગારીઓને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ અન્ય લાઇન આઇડી મોબાઇલ ધારકમાં સોદાઓ નાખતા હોય જે આરોપી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવ્યો છે. આ સાથે પોલીસે રોકડ રકમ અને જુગારની ચિઠ્ઠી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નવા ડેલા રોડ ઉપર અશોક પાન પાસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. જ્યાં આઇપીએલની ટી-૨૦ ક્રિકેટ મેચ દરમિયાન રનફેર ઉપર રૂપિયાની હારજીતના સોદા કરતા જુગારધંધાનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે આરોપી હિતેશભાઈ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા ઉવ.૩૮ રહે. નવાડેલા રોડ અશોક પાન વાળી શેરી મોરબી તથા આરોપી ઇસ્માઇલભાઇ કુરેશી રહે.મોરબી વાળાને ઝડપી પાડી રોકડ રૂ.૬૦૦, જુગારની ચિઠ્ઠી અને બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે રૂપિયાની હારજીતના સોદા લાઇનના મોબાઇલ નંબર ૯૮૭૫૦૯૪૩૫૨ ધારક દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા પોલીસે તે આરોપીને ફરાર જાહેર કર્યો છે. સમગ્ર મામલે ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!