Sunday, May 31, 2026
HomeGujaratમોરબી: કબીર ટેકરી વિસ્તારમાં તીનપત્તિનો જુગાર રમતા બે મહિલા સહિત પાંચ પકડાયા

મોરબી: કબીર ટેકરી વિસ્તારમાં તીનપત્તિનો જુગાર રમતા બે મહિલા સહિત પાંચ પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, કબીર ટેકરી રામાપીરના મંદિર નજીક અમુક ઈસમો તીનપત્તિનો જુગાર રમી રહ્યા છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે પોલીસે રેઇડ કરતા જ્યાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા જુનેદભાઈ હુસેનભાઈ કુરેશી ઉવ.૩૦ રહે. કબીર ટેકરી શેરી નં-૦૩ મોરબી, કાસમભાઈ હાજીભાઈ કુરેશી ઉવ.૩૫ રહે. મતવા ચોક મોરબી, યોગેશ મગનભાઈ વાઘાણી ઉવ.૩૦ રહે.લાભનગર નવું ધરમપુર રોડ મોરબી તથા ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઈ અબાસણીયા ઉવ.૪૫ રહે. વજેપર શેરી નં-૧૪ના ખુણે મોરબી અને અલ્પાબેન મનસુખભાઈ માંડળભાઈ લાલવાણી ઉવ.૪૦ રહે. કબીર ટેકરી શેરી નં-૫ મોરબી વાળાને રોકડા રૂ.૧૩,૯૦૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવી પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!