Sunday, June 7, 2026
HomeGujaratમોરબીમાં ૧૧ થી ૨૦ જૂન દરમિયાન બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે

મોરબીમાં ૧૧ થી ૨૦ જૂન દરમિયાન બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે

મોરબી જીલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાને લઈને જીલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. પરીક્ષા દરમિયાન કડક તકેદારી રાખવા, મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પ્રતિબંધ તથા વીજ પુરવઠા, બસ સેવા અને પોલીસ બંદોબસ્ત અંગે ચર્ચા કરવામાં આવી હતી. કુલ ૧૮૫૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આર.એ.સી. ખાચરએ પૂરક પરીક્ષાને હળવાશથી ન લેવા અને તમામ તકેદારી રાખવા સૂચના આપી હતી. જીલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતાએ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ અથવા ઈલેક્ટ્રોનિક ગેજેટ લઈ ન જાય તે માટે પૂર્વ ચકાસણી કરવાની તાકીદ કરી હતી. ધોરણ ૧૦ના ઝોનલ શૈલેષભાઈ મેરજા અને ધોરણ ૧૨ના ઝોનલ ભાવેશભાઈ ભાલોડીયાએ પાટા એપ્લિકેશન અને અન્ય વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી.

પૂરક પરીક્ષામાં ધોરણ ૧૦ના ૫ બિલ્ડિંગના ૪૪ બ્લોકમાં ૧૨૪૧ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૨ બિલ્ડિંગના ૧૧ બ્લોકમાં ૩૦૮ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના ૨ બિલ્ડિંગના ૧૫ બ્લોકમાં ૩૦૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ કુલ ૧૮૫૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે તેમ યાદીમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!