મોરબીના ભક્તિનગર સર્કલ નજીક ઓવરબ્રિજનુ કામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે આજે વહેલી સવારે રાજકોટ મોરબી હાઇવે આવતા-જતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બે કિલોમીટર સુધી નું ટ્રાફિક જામ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.મોરબી-રાજકોટ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ફોરલેન હાઇવે બનાવવાની કામગીરીમાં હાલ તો નાગરિકોને ઠેક ઠેકાણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેમાં આજે મોરબી જિલ્લામાં જુદી જુદી પરીક્ષાઓ લેવાની હોય પરીક્ષાના સમય પૂર્વે ટ્રાફિક જામ થતા અનેક પરીક્ષાર્થીઓ અટવાયા હતા ઉલ્લેખનીય છે કે મોરબી ભક્તિનગરસર્કલ પાસે બની રહેલ ઓવર બ્રિજ ઘણા સમયથી જ છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી અને અવસ્થામાં જોવા મળી રહ્યા છે જેના કારણે મોરબીના લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ટ્રાફિક જામ થી માંડીને અકસ્માતના પ્રશ્નોનું નિરાકરણ આવે તે અત્યંત જરૂરી છે