Friday, April 26, 2024
HomeNewsMorbiમોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા રાત્રીના સાત પીએસઆઈની બદલીઓ કરાઈ

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા રાત્રીના સાત પીએસઆઈની બદલીઓ કરાઈ

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા રાત્રીના સાત પીએસઆઈની બદલીઓ કરાઈ : ત્રણ પીએસઆઈને પોસ્ટીગ જ્યારે ચાર પીએસઆઈની આંતરીક બદલી કરાઈ

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં બદલી પામીને આવેલા પીએસઆઈ ઘણાં સમયથી પોસ્ટીગ માટે રાહ જોઈ રહ્યા હતાં ત્યારે આજે મોડી સાંજે મોરબી એસપી એસ આર ઓડેદરા દ્વારા સાત પીએસઆઈ ની બદલીઓ કરાઈ હતી જેમાં મોરબી સીટી એ ડિવિઝન માં ફરજ બજાવતા બી ડી પરમાર ને ટંકારા પોલીસમથકમાં,આર બી ટાપરિયા જે ઈન્ચાર્જ પીએસઆઈ માળીયા મિયાણા એટેચ મોરબી તાલુકા તરીકે ફરજ બજાવતા હતા તેઓને મોરબી સીટી બી ડિવિઝન માં,બી ડિવિઝન માં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એન એ શુકલને એ ડિવિઝન પોલીસમથકમાં અને મોરબી તાલુકામાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ ડી વી ડાંગરને મોરબી તાલુકા પોલીસ મથક એટેચ કરી એ ડિવિઝન પોલીસમથકમાં નિમણુંક કરાઈ છે

જ્યારે અન્ય જીલ્લા માંથી બદલી પામીને આવેલા લિવ ઇન રિઝર્વમાં રહેલા એ એ જાડેજાને મોરબી તાલુકા પીએસઆઈ તરીકે,લિવ રિઝર્વમાં રહેલા એન બી ડાભીને માળિયા મિયાણા પીએસઆઈ તરીકે અને લિવ રિઝર્વમાં રહેલા એન એચ ચુડાસમા ને મોરબી સીટી એ ડીવીઝન માં નિમણુંક કરાઈ છે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી બદલી પામીને આવેલા પીએસઆઈ પોસ્ટીગ માટેની રાહ જોઇને બેઠા હતા ત્યારે આજે તેઓને મોરબી એસપી દ્વારા પોસ્ટીગ અને બદલીઓ કરી તાત્કાલિક ચાર્જ લઈ લેવા આદેશ કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!