Wednesday, June 10, 2026
HomeGujaratમોરબીમાં ૮ વર્ષનો બાળક રહસ્યમય રીતે ગુમ, અપહરણની આશંકાએ ગુનો નોંધાયો

મોરબીમાં ૮ વર્ષનો બાળક રહસ્યમય રીતે ગુમ, અપહરણની આશંકાએ ગુનો નોંધાયો

મોરબીના માળીયા ફાટક નજીક કાંતીનગર વિસ્તારમાં રહેતો ૮ વર્ષીય બાળક શાકભાજી લેવા ગયા બાદ પરત ન ફરતા પરિવાર ચિંતિત બન્યો છે. અજાણ્યા શખ્સે અપહરણ કરી લઈ ગયા હોવાની આશંકાએ મોરબી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના માળીયા ફાટક પેટ્રોલપંપ પાછળ આવેલા કાંતીનગર વિસ્તારમાં રહેતા સત્યા ઉવ.૮ નામના સગીર બાળકના ગુમ થવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર બનાવ મામલે બાળકની બહેન ડોલીબેન રવિકુમાર જાટવ ઉવ.૧૮ રહે.હાલ મોરબી માળીયા ફાટક પાસે કાંતીનગર રમેશભાઇની ઓરડીમા મોરબી મુળ રહે.ગામ બસાઢી થાના-ચકીયા જી-ચંદ્રોલી (ઉતરપ્રદેશ) વાળાની ફરિયાદ મુજબ, ગત તા. ૮ જૂને બપોરે આશરે ૪.૩૦ વાગ્યે સત્યાને શાકભાજી લેવા મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે પરત ફર્યો ન હતો. જેથી પરિવારે આસપાસ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા અજાણ્યા વ્યક્તિએ બાળકનું અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી સગીરની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!