મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ ફલોરા હાઉસ બંગલા માં ચાલતું જુગારધામ પકડી પાડ્યું : સાત શકુનીઓને કુલ રૂપિયા.૬,૦૯,૦૦૦- ના મુદામાલ સાથે પકડી પાડ્યા
મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરબ સૂચના આપતાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એન.બી.ડાભી સહિતની ટિમ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે ત્યારે આજે વહેલી સવારે એલસીબી ટિમને ખાનગી રીતે બાતમી મળી હતી કે મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ ફલોરા હાઉસ બંગલા નં બર૧૫ માં આરોપી કિશોરભાઇ ગણેશભાઇ અધારા / પટેલ ઉવ-૫૦ રહે.રવાપર રાધે હાઇટસ ફલેટ નંબર-૬૦૨ તા.જી. મોરબી વાળા બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો છે જેના આધારે એલસીબી ટીમે વહેલી સવારે દરોડો પાડતાં દરોડા દરમ્યાન આરોપીઓ (૧) કિશોરભાઇ ગણેશભાઇ અધારા / પટેલ ઉવ-૫૦ રહે.રવાપર રાધે હાઇટસ ફલેટ નંબર-૬૦૨ તા.જી. મોરબી (૨) રાજેશભાઇ સવજીભાઇ બાવરવા / પટેલ ઉવ-૪૦ રહે.વીરપર તા.ટંકારા જી.મોરબી તથા (૩) મહેશભાઇ ચતુરભાઇ ચાડમીયા, પટેલ ઉવ.૩૬ રહે.રવાપર રાધે હાઇટસ ફલેટ ન.૨૦૧ તા.જી.મોરબી (૪) જયસુખભાઇ ઠાકરશીભાઇ કાસુન્દ્રા/ પટેલ ઉવ.૩૯ રહે.રવાપર વેલકમ પ્રાઇડ,સી-૩૦૨ તા.જી.મોરબી (૫) રણજીતભાઇ હરજીભાઇ કાવઠીયા / પટેલ ઉવ-૪૫ રહે.મોરબી યદુનંદન પાર્ક ર રવાપર રોડ, (૬) અલ્પેશભાઇ નાથાભાઇ ભાલોડીયા / પટેલ ઉવ.૩૭ રહે.વીરપર તા.ટંકારા જી.મોરબી (૭) સંજયભાઇ બાબુભાઇ ચૌહાણ, દરજી ઉવ-૪ર રહે.મોરબી રવાપર રોડ,અનુપમ સોસાયટી વાળાઓ રંગે હાથ પકડાયા હતા આ દરોડામાં એલસીબી ટીમે રોકડ રૂપિયા ૫,૧૪,૦૦૦/- તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૯૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૦૯,૦૦૦/- ના મુદામાલ સાથે સાતેય આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જો કે વિપ્ર પરિવારના લોકો જુગરધામના દરોડામાં આવી જતા વહેલી સવારે જ એલસીબી ઓફિસ અને મોરબી તાલુકા પોલીસ મથકે આરોપીઓને છોડાવવા ગાડીઓની લાઈનો લાગી હતી.