Monday, June 15, 2026
HomeGujaratમિતાણા બ્રિજ પાસે ફોર્ચ્યુનર કાર ચાલકનો આતંક, વેપારી પર હુમલો કરી કારને...

મિતાણા બ્રિજ પાસે ફોર્ચ્યુનર કાર ચાલકનો આતંક, વેપારી પર હુમલો કરી કારને ટક્કર મારી

હોર્ન વગાડવાની બાબતે ઉશ્કેરાયેલા કાર ચાલકે વેપારીને ઢીકા મારી ઇજાગ્રસ્ત કર્યો: રિવર્સમાં કાર હંકારી ઇલેક્ટ્રિક કારને નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

ટંકારા: રાજકોટ-મોરબી હાઈવે પર મિતાણા બ્રિજ નજીક ફોર્ચ્યુનર કાર ચાલકે રોડ વચ્ચે વાહન ઉભું રાખી અન્ય વાહનચાલક સાથે ઝઘડો કરી રહ્યો હતો. દરમિયાન હોર્ન વગાડનાર મોરબીના વેપારી સાથે બોલાચાલી કરી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ પોતાની ફોર્ચ્યુનર કાર રિવર્સમાં હંકારી વેપારીની ઇલેક્ટ્રિક કારને ટક્કર મારી નુકસાન પહોંચાડી, હજુ આગળ રસ્તામાં આવ એટલે મારવો છે તેવી ધમકી આપી નાસી ગયા અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના રવાપર રોડ ગોલ્ડન એલીટામાં રહેતા મૂળ ઘુંટુ ગામના વતની અને ઝેટકો ઈન્ડસ્ટ્રીઝ નામે ઇલેક્ટ્રિક પેનલનો વેપાર કરતા દીપકભાઈ દેવજીભાઈ વિરપરિયા ઉવ.૪૩એ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત તા.૧૦ જૂનના રોજ પોતાના મિત્ર અશ્વિનભાઈ આદ્રોજા સાથે રાજકોટ ધાર્મિક કામે ગયા હતા. જ્યાંથી સાંજે પરત ફરી રહ્યા હતા ત્યારે રાજકોટ-મોરબી હાઈવે પર મિતાણા બ્રિજ નજીક એક ફોર્ચ્યુનર કાર રજી.નં.જીજે-૩૬-એપી-૨૭૨૮ રસ્તા વચ્ચે ઉભી રાખી તેનો ચાલક અન્ય વાહનચાલક સાથે ઝઘડો કરી રહ્યો હતો. ત્યારે રસ્તો બંધ થઈ જતા ફરિયાદી દીપકભાઈએ પોતાની કારનું હોર્ન વગાડતા ફોર્ચ્યુનર ચાલક તેમની કાર પાસે આવી ઉશ્કેરાઈ ગયો હતો અને આરોપીએ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં દીપકભાઈના મોઢાના ભાગે ઢીકા મારી ઇજાઓ પહોંચાડી હતી.

ત્યારબાદ આરોપી પોતાની કારમાં બેસી અને ફોર્ચ્યુનર કારને પૂરઝડપે રિવર્સમાં હંકારી દીપકભાઈની મહિન્દ્રા કંપનીની બી.ઈ. ૬ ઇલેક્ટ્રિક કાર જઈને-૩૬-એઆર-૨૦૬૧ સાથે અથડાવી હતી. જેના કારણે કારના આગળના બોનેટ સહિતના ભાગમાં નુકસાન થયું હતું. આ ઉપરાંત આરોપી ફરી કારમાંથી નીચે ઉતરી વેપારીને “આગળ આવ, હજુ તને મારવો છે” કહી ધમકી આપી સ્થળ પરથી નીકળી ગયો હતો. હાલ ટંકારા પોલીસે આરોપજ ફોર્ચ્યુનર કારના ચાલમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!