મોરબી એસઓજી પોલીસ ટીમે શનાળા રોડ પર આવેલા ડાઉન ટાઉન સ્પામાં તપાસ દરમિયાન બે સ્પા વર્કરોની પોલીસ નોંધણી ન કરાવાઈ હોવાનું અને જાહેરનામા મુજબ સીસીટીવી રેકોર્ડિંગ જાળવવામાં ન આવ્યું હોવાનું બહાર આવતા સંચાલક વિરુદ્ધ બીએનએસ કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી) દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શનાળા રોડ પર મહેશ હોટલ પાસે ધર્મેન્દ્ર પ્લાઝાના બીજા માળે આવેલા ડાઉન ટાઉન સ્પામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતી બે વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધણી કરાવવામાં આવી ન હોવાનું તેમજ સ્પામાં લગાવેલા સીસીટીવી કેમેરાનું જાહેરનામા મુજબનું રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા સ્પા પાર્લરો માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું ખુલ્યું હતું. જેથી સ્પાના સંચાલક આરોપી આરિફભાઈ ગુલામભાઈ બેલીમ રહે. ઓમકાર રેસિડન્સી લીલાપર રોડ મોરબી વાળાને કાયદેસરની નોટિસ આપી તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






