Sunday, June 14, 2026
HomeGujaratમોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને ‘જન કલ્યાણ શિબિર’ યોજાઈ

મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને ‘જન કલ્યાણ શિબિર’ યોજાઈ

લોકાભિમુખ અભિગમથી નાગરિકોને ઘરઆંગણે જ મળી રહ્યો છે કલ્યાણકારી યોજનાઓનો લાભ: મંત્રી ત્રિકમ છાંગા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ’ અંતર્ગત એક ભવ્ય “જન કલ્યાણ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શિબિરમાં ગ્રામીણ વિસ્તારના નાગરિકોના વ્યક્તિલક્ષી પ્રશ્નો અને રજૂઆતોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવાના પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્યક્રમ યોજાયો હતો. આ જન કલ્યાણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા લાવી છેવાડાના માનવી સુધી વહીવટી સેવાઓ સીધી પહોંચાડવાનો છે.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર લોકહિતના કામો માટે કટિબદ્ધ છે. પ્રજાલક્ષી અને પારદર્શી વહીવટના કારણે આજે નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વિના ઘરઆંગણે જ તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળ, સહજ અને અવરોધ વિના મળી રહ્યો છે. પીએમ જન આરોગ્ય યોજના (PM-JAY), ૧૦૮ કટોકટી સેવા અને જ્યોતિગ્રામ જેવી ક્રાંતિકારી યોજનાઓથી સામાન્ય લોકોના જીવનધોરણમાં વ્યાપક સુધારો થયો છે. યોજનાઓનો લાભ મેળવી રહેલા નાગરિકોના ચહેરા પરનો સંતોષ અને તેમના હકારાત્મક પ્રતિભાવો સરકારની લોકકલ્યાણની નેમ ચરિતાર્થ કરે છે. મંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લેતા લાભાર્થીઓ તેમજ લાભ આપનાર જે તે વિભાગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ વિશેષ જન કલ્યાણ શિબિરમાં મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય અને યોજના લાભ અને હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોના સ્ટોલ ઊભા કરીને નાગરિકોના આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા તેમજ વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ સ્વીકારીને ઓન-ધ-સ્પોટ જરૂરી મંજૂરીઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.નીચી માંડલ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને શિબિરનો લાભ લીધો હતો. આ પ્રસંગે શાળાના તેજસ્વી તારલાઓનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ, જયંતિભાઇ રાજકોટીયા, તપન દવે સહિત પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!