Sunday, June 14, 2026
HomeGujaratમોરબી: ઓસેમ જીએસઇબી શાળામાં ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઈ

મોરબી: ઓસેમ જીએસઇબી શાળામાં ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઈ

વિદ્યાર્થી નેતાઓને બેજ અર્પણ કરી જવાબદારીઓ સોંપાઈ: શિસ્ત, નેતૃત્વ અને સમર્પણના શપથ લેવડાવવામાં આવ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી સ્થિત ઓસેમ જીએસઇબી શાળામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. હેડ બોય, હેડ ગર્લ સહિત વિવિધ પદાધિકારીઓને બેજ અર્પણ કરી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ જવાબદારીપૂર્વક નેતૃત્વ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

મોરબીની ઓસેમ જીએસઇબી શાળામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઇન્વેસ્ટિચર સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત, તુલસી પૂજન અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓસેમના પ્રમુખ અને ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના પીએસઆઇ શુક્લા, ઓમવીવીઆઈએમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.ધર્મેન્દ્ર ગડેસિયા, ડૉ. યોગેશ પેથાપરા( એમએસ મારુતિ હોસ્પિ.), એડવોકેટ નરેન્દ્ર સેટા, ગાયત્રીબેન મકવાણા(વિકટર કલોક), પાયલ ગોહેલ(કિડ્સ કેર પ્લે હાઉસ), મીરા પારેખ(યુનિકોન ઇન્ટરનેશનલ), અરવિંદ દલસાણિયા(ઉદ્યોગ સાહસિક), પ્રદીપ પટેલ(સિમ્પોલો ગ્રુપ) તેમજ શ્રી અને શ્રીમતી શેરસિયા(સોલ્ટ ઇન્ડ.) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન હેડ બોય, હેડ ગર્લ, ડેપ્યુટી હેડ બોય, ડેપ્યુટી હેડ ગર્લ તેમજ વિવિધ હાઉસ અને પ્રિફેક્ટ્સને બેજ અર્પણ કરી તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ શિસ્ત, નેતૃત્વ અને જવાબદારીના મૂલ્યોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે પ્રમુખ અને ટ્રસ્ટી સુમંતભાઈ પટેલે વિદ્યાર્થીઓને સકારાત્મક નેતૃત્વ, સંસ્કાર અને સમર્પણ સાથે આગળ વધવા પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, “આજના વિદ્યાર્થી નેતાઓ જ આવતીકાલના જવાબદાર નાગરિકો અને રાષ્ટ્રના ઘડવૈયા છે.” જ્યારે પ્રિન્સિપાલ સના કાઝીએ વિદ્યાર્થીઓને પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી શાળાની ૨૩ વર્ષની ગૌરવશાળી પરંપરાને વધુ સમૃદ્ધ બનાવવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં હાઉસ માસ્ટર્સ, શિક્ષકગણ અને વિદ્યાર્થી પરિષદની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!