Monday, June 15, 2026
HomeGujaratહદ થઈ! ઘર પાસે પાર્ક કરેલી ઓટો રીક્ષાની ચોરી, રીક્ષા-ચાલકની રોજીરોટી છીનવાઈ

હદ થઈ! ઘર પાસે પાર્ક કરેલી ઓટો રીક્ષાની ચોરી, રીક્ષા-ચાલકની રોજીરોટી છીનવાઈ

જુના લાલપર ગામે રાત્રે ઘર બહાર મુકેલી રીક્ષા અજાણ્યા ચોરો ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરી લઈ ગયા હોવાની આશંકા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના જુના લાલપર ગામે રીક્ષાચાલકના ઘર બહાર પાર્ક કરેલી ઓટો રીક્ષા ચોરાઈ જતાં પરિવારની આજીવિકાનું મુખ્ય સાધન છીનવાઈ ગયું છે. રીક્ષાચાલકે જાતે શોધખોળ કર્યા બાદ રિક્ષા ન મળતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેર તાલુકાના જુના લાલપર ગામે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વાહીદભાઈ વલીભાઈ ખીયાણી ઉવ.૪૮એ પોતાની ઓટો રીક્ષા ચોરી થઈ જવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ ૧૧ જૂનની રાત્રે પેસેન્જર ફેરા પૂર્ણ કરી આશરે ૨ વાગ્યે ઘરે આવ્યા હતા અને પોતાની બજાજ ઓટો રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૨૫૦૮ ઘર બહાર પાર્ક કરી હતી. ત્યારે સવારે સાતેક વાગ્યે ઉપરોક્ત રીક્ષા પાર્ક કરેલી જગ્યાએ મળી આવી ન હોતી. જેથી આસપાસ તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા તેમણે જાતે શોધખોળ શરૂ કરી હતી. પણ રિક્ષા મળી ન આવતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી, આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!