મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબીમાં મહિલા વકીલો સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. કાર્યક્રમમાં સરકારની ઉપલબ્ધિઓ અને મહિલા શક્તિના યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મોરબી વોર્ડ નં. ૪ના કોર્પોરેટર, એડવોકેટ તથા નોટરી પૂનમબેન જીતેનભાઈ અગેચણીયાના નિવાસસ્થાને કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષની ઉજવણી નિમિત્તે વિશેષ બેઠક યોજાઈ હતી. કાર્યક્રમમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જીલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, કોર્પોરેટર નવનીતભાઈ કુંડારિયા તથા મોરબી જીલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે, મોદી સરકારની વિવિધ ઉપલબ્ધિઓ, દેશના વિકાસમાં મહિલા શક્તિની ભૂમિકા તથા કાયદાકીય ક્ષેત્રના યોગદાન અંગે સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.






