Monday, June 15, 2026
HomeGujaratવિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ મોરબી દ્વારા રક્તદાન અને રક્તદાતાઓનું સન્માન

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ મોરબી દ્વારા રક્તદાન અને રક્તદાતાઓનું સન્માન

મોરબી: વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ મોરબીએ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કાર્યક્રમ યોજી સ્વૈચ્છિક રક્તદાન કર્યું તેમજ રક્તદાતાઓને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વિશ્વ રક્તદાતા દિવસના અવસરે યુવાશક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રુપના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું. સાથે જ શહેરના વિવિધ રક્તદાતાઓનું શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

યુવાશક્તિ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી “હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન” અભિયાન અંતર્ગત ૨૪ કલાક સેવા આપી રહ્યું છે. રક્તની તાત્કાલિક જરૂરિયાત સમયે સ્વયંસેવકો રક્તદાતાઓને જોડીને દર્દીઓ સુધી સમયસર રક્ત પહોંચાડવાનું કાર્ય કરે છે. કાર્યક્રમમાં નવા રક્તદાતાઓને નિયમિત રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ દર ત્રણ મહિને રક્તદાન કરવા પ્રેરણા આપવામાં આવી હતી. ગ્રુપ દ્વારા વધુમાં વધુ યુવાનો અને નાગરિકોને રક્તદાન જેવી માનવતાની સેવામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!