Monday, June 15, 2026
HomeGujaratમાળીયા મી.ના વિરવિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો

માળીયા મી.ના વિરવિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા માળીયા (મીયાણા) તાલુકાના વિરવિદરકા ગામ નજીકથી એક શખ્સને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ.5 હજારની કિંમતનું ગેરકાયદેસર હથિયાર કબ્જે કરી તેના વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી મોરબીને ખાસ કામગીરી સોંપવામાં આવી હતી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ વી.જી. માલાણી અને તેમની ટીમ વિસ્તારમા પેટ્રોલિંગ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી રહી હતી. તે દરમિયાન એએસઆઈ હિતેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કાણોતરા તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર અને ભગીરથસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, વિરવિદરકા ગામના પાદરમાં એક શખ્સ ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મુજબનો શખ્સ મળી આવતા તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની બંદૂક મળી આવી હતી. પોલીસે આરોપી અસગર ઉર્ફે અબુ દાઉદભાઈ જેડા ઉર્ફે મિયાણાને ઝડપી પાડી તેની પાસેથી રૂ. 5,000ની કિંમતનું દેશી બનાવટનું હથિયાર કબ્જે કર્યું હતું. આરોપી વિરુદ્ધ માળીયા (મીયાણા) પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!