Tuesday, June 16, 2026
HomeGujaratહળવદના નવા દેવળીયામાં વાડી ભાગવી રાખનારા દાહોદના બે મજૂરો રૂ. ૧.૮૩ લાખનું...

હળવદના નવા દેવળીયામાં વાડી ભાગવી રાખનારા દાહોદના બે મજૂરો રૂ. ૧.૮૩ લાખનું જીરું અને કપાસનું બિયારણ ચોરીને રફુચક્કર

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં વાડી માલિકનો વિશ્વાસ કેળવીને ત્યાં જ ભાગ રાખનારા બે શ્રમિકોએ મોટો હાથ માર્યો હોવાની ઘટના સામે આવી છે. વાડીના ગોડાઉનમાંથી મજૂરો રાતોરાત કોઈ વાહનમાં રૂ. ૧.૮૩ લાખની કિંમતનું જીરું અને બીટી કપાસની થેલીઓ ચોરીને નાસી ગયા હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા દિનેશભાઈ બચુભાઈ પટેલ (ઉં.વ. ૫૨)એ આરોપી નિલેષભાઈ ઉર્ફે મુકો ઉકારભાઈ બારીયા તથા હસમુખભાઈ અભેસંગભાઈ બારીયા રહે. બંન્ને મુળ ગામ ટોકરવા નીચવાસ ફળીયુ તા. ધાનપુર જી. દાહોદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની નવા દેવળીયા ગામની સીમમા જેતપર રોડ ઉપર આવેલ વાણંદ વાળી વાડીએ આવેલ ગોડાઉનમાંથી તેમની વાડી ભાગવી રાખનાર મજુર બન્ને આરોપીઓ રાતના સવા બાર વાગ્યાથી સવારના સાત વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે જીરૂ બોરી નંગ-૧૭ કુલ મણ ૪૯ કિમત રૂપીયા ૧,૭૧,૫૦૦/- તથા બીટી કપાસનુ વાવેતર કરવા માટે લાવેલ બોલગાર્ડ બીટી કપાસની ૪૫૦ ગ્રામની થેલી નંગ-૧૩ કિમત રૂપીયા ૧૧,૭૦૦/- ની એમ મળી કુલ રૂપીયા-૧,૮૩,૨૦૦/- નો માલ કોઇ વાહનમા ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!