Tuesday, June 16, 2026
HomeGujaratહળવદના પીએસઆઈ અરુણ મિશ્રાએ પાવરલિફ્ટિંગમાં પ્રથમ ક્રમ મેળવી મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું

હળવદના પીએસઆઈ અરુણ મિશ્રાએ પાવરલિફ્ટિંગમાં પ્રથમ ક્રમ મેળવી મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું

ગુજરાત સ્ટેટ પોલીસ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં ૭૪ કિલો ઓપન કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના હળવદ પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ અરુણ મિશ્રાએ સુરત ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ પોલીસ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં ૭૪ કિલો ઓપન વર્ગમાં પ્રથમ ક્રમ મેળવી મોરબી પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિને પોલીસ વિભાગ તેમજ રમત જગતે બિરદાવી છે.

મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અરુણ મિશ્રાએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી મોરબી પોલીસનું નામ રાજ્યભરમાં ગુંજતું કર્યું છે. સુરત શહેર પોલીસ અને સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશન દ્વારા ૧૪ જૂન ૨૦૨૬ના રોજ સુરતના કતારગામ સ્થિત એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ પોલીસ મેન્સ એન્ડ વુમન્સ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ (ક્લાસિક-અનઇક્વિપ્ડ)માં તેમણે શાનદાર દેખાવ કર્યો હતો.

૭૪ કિલોગ્રામ ઓપન કેટેગરીમાં સ્પર્ધા કરતા પીએસઆઈ અરુણ મિશ્રાએ સ્ક્વોટમાં ૧૧૦ કિલોગ્રામ, બેન્ચ પ્રેસમાં ૯૫ કિલોગ્રામ અને ડેડલિફ્ટમાં ૧૮૭.૫ કિલોગ્રામ વજન ઉઠાવી કુલ ૩૯૨.૫ કિલોગ્રામનું વજન ઉઠાવ્યું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે તેમણે પોતાની કેટેગરીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. સ્પર્ધામાં રાજ્યભરના પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. પીએસઆઈ અરુણ મિશ્રાની આ સિદ્ધિથી મોરબી જીલ્લા પોલીસમાં ખુશીનો માહોલ છવાયો છે. ફરજની સાથે રમતગમતમાં પણ શ્રેષ્ઠતા હાંસલ કરી તેમણે યુવા પોલીસ કર્મચારીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ સફળતા બદલ પોલીસ અધિકારીઓ, સહકર્મીઓ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!