Tuesday, June 16, 2026
HomeGujaratમોરબી જિલ્લા પંચાયત સામાન્ય સભાની ખાસ બેઠક આવતીકાલે 17 જૂને યોજાશે

મોરબી જિલ્લા પંચાયત સામાન્ય સભાની ખાસ બેઠક આવતીકાલે 17 જૂને યોજાશે

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક તા. 17 જૂન, 2026 (બુધવાર)ના રોજ બપોરે 12:00 કલાકે જિલ્લા પંચાયત મોરબીના સભાખંડ (રૂમ નં. 19) ખાતે યોજાનાર છે.

- Advertisement -
- Advertisement -

જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના સચિવ દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે.

બેઠકની કાર્યસૂચિમાં સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવી, ગત બેઠકના ઠરાવોની અમલવારીને મંજૂરી આપવી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવી તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની વિવિધ કલમો હેઠળ જિલ્લા પંચાયતને મળેલા અધિકારોની સુપ્રતિ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સદસ્યઓ તરફથી મળેલા પ્રસ્તાવો અંગે વિચારણા કરવામાં આવશે તેમજ અધ્યક્ષસ્થાનેથી રજૂ થતા વિષયો પર પણ ચર્ચા હાથ ધરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના સચિવ દ્વારા તમામ સંબંધિત સભ્યોને બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!