Tuesday, June 16, 2026
HomeGujaratમોરબીમાં 18 જૂને નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

મોરબીમાં 18 જૂને નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

પુષ્ય નક્ષત્રના શુભ અવસરે દર વખતની જેમ આ વર્ષે પણ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ, રાજકોટના સહયોગથી મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

તા. 18 જૂન, 2026 (ગુરુવાર)ના રોજ યોજાનારા આ કેમ્પમાં 0 થી 15 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. આયોજકો દ્વારા મોરબી શહેરની તમામ સોસાયટીઓના વાલીઓને પોતાના બાળકોને આ કેમ્પનો લાભ અપાવવા અપીલ કરવામાં આવી છે.

આ કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ, મોરબીના સભ્યો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ દર કેમ્પમાં અંદાજે 150 જેટલા બાળકો લાભ મેળવે છે.

આ કેમ્પ હનુમાનજી મંદિર, વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી તારીખ: 18 જૂન, 2026 (ગુરુવાર) સમય: સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી તથા વધુ માહિતી માટે મોબાઇલ નંબર 94272 13999 પર સંપર્ક કરી શકાય છે.

આયોજકોએ વધુમાં વધુ બાળકો આ આરોગ્યલક્ષી કેમ્પનો લાભ લે તેવી અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!