Thursday, June 18, 2026
HomeGujaratરાજકોટ : રામદેવ ડાંગર ગેંગ સામે GCTOC હેઠળ કાર્યવાહી, પાંચ સાગરીતો વિરુદ્ધ...

રાજકોટ : રામદેવ ડાંગર ગેંગ સામે GCTOC હેઠળ કાર્યવાહી, પાંચ સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો

રાજકોટ શહેરમાં આતંક અને ભયનું વાતાવરણ ઉભું કરી સંગઠિત ગુનાખોરી આચરતી રામદેવ ડાંગર ગેંગ સામે શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની આ કુખ્યાત ગેંગના પાંચ સભ્યો વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ-2015 (GCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગેંગ દ્વારા હત્યા, હત્યાના પ્રયાસ, જમીન પચાવી પાડવી, હુમલા, દારૂ અને હથિયારોના ગેરકાયદે ધંધા સહિતના ગંભીર ગુનાઓ આચરી પ્રજામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતિ અનુસાર, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રામદેવ ડાંગર ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે રામદેવ લક્ષ્મણભાઈ ડાંગરે પોતાના સાગરીતો સાથે મળીને સંગઠિત ગુનાખોર ટોળકી ઉભી કરી હતી, જે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં સક્રિય હતી. પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2017થી 2026 દરમિયાન ગેંગ દ્વારા હત્યા, હત્યાના પ્રયાસ, ગંભીર ઇજાઓ પહોંચાડવી, ગેંગ બનાવી હુમલા કરવા, સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી હુમલો કરવો, બળજબરીથી જમીનો પચાવી પાડવી તેમજ દારૂ અને ગેરકાયદે હથિયારોના ધંધા જેવા અનેક ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હતા. ગેંગના સભ્યોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમની આજીવિકાનું સાધન બની ગઈ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. વર્ષ 2016થી 2025 દરમિયાન ગેંગ સામે નોંધાયેલા 24 ગંભીર ગુનાઓના આધારે GCTOC હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે રામદેવ લક્ષ્મણભાઈ ડાંગર, કુલદીપસિંહ ઉર્ફે લાલો જાડેજા, સતીષ મેરામભાઈ બાલાસરા સહિત કુલ પાંચ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉપરાંત આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વસાવાયેલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર તપાસ ઉત્તર વિભાગના મદદનીશ પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ ચાલી રહી છે. જેમાં રામદેવ લક્ષ્મણભાઈ ડાંગ, કુલદીપસિંહ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા, સતીષ મેરામભાઈ બાલાસરાને પકડી પાડવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આ કાર્યવાહીથી શહેરમાં સંગઠિત ગુનાખોરી પર અંકુશ લાવવામાં મદદ મળશે તેમજ ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મોટો ફટકો પડશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!