મોરબી એલસીબીની રેઇડમાં આરોપી ફરાર જાહેર.
મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે નવાગામ નજીક મચ્છુ નદીના કાંઠે દરોડો પાડી દેશી દારૂ બનાવવા માટે તૈયાર રાખવામાં આવેલ ૧૨૦૦ લીટર ઠંડો આથો ઝડપી પાડ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હોવાથી તેને ફરાર જાહેર કરી માળીયા(મી) પોલીસ મથક ખાતે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે કોયબા વાંઢથી નવાગામ જવાના રસ્તે મચ્છુ નદીના કાંઠે બાવળની ઝાડીમાં રેઇડ કરી હતી. તપાસ દરમિયાન છ પ્લાસ્ટિકના બેરલમાં કુલ ૧૨૦૦ લીટર દેશી દારૂ બનાવવા માટેનો તૈયાર ઠંડો આથો કિ.રૂ.૩૦ હજાર મળી આવ્યો હતો, જોકે રેઇડ દરમિયાન આરોપી સલીમ ઉર્ફે પલ્લો દિલાવરભાઈ જેડા રહે. સરકારી દવાખાના પાસે માળીયા(મી) વાળો સ્થળ ઉપરથી મળી આવ્યો ન હોય જેથી તેને વોન્ટેડ જાહેર કરી, તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






