Sunday, June 21, 2026
HomeGujaratમોરબીના ભડીયાદ ગામે નળીયાના કારખાનામાં ઉંચાઈ પરથી પટકાતા શ્રમિકનું મોત

મોરબીના ભડીયાદ ગામે નળીયાના કારખાનામાં ઉંચાઈ પરથી પટકાતા શ્રમિકનું મોત

ભડીયાદ ગામે આવેલા નળીયાના કારખાનામાં કામ દરમિયાન ઉંચાઈ પરથી નીચે પટકાતા ૩૫ વર્ષીય શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ભડીયાદ ગામે આવેલા નળીયાના કારખાનામાં કામ કરતા રાજુભાઈ મનુભાઈ સિઘાદીયા ઉવ.૩૫ રહે.ભડીયાદ ગામ વાળા ગત ૧૯ જૂને કામ દરમિયાન અકસ્માતે ઉંચાઈ પરથી નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન રાજુભાઈનું મોત નિપજ્યું હતું. બાદમાં મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!