ટીંબડી પાટીયા પાસે આવેલી પેકેજીંગ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા ૨૮ વર્ષીય શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના ટીંબડી પાટીયા નજીક આવેલી નચિકેતા પ્રિન્ટ પેકેજીંગ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા સંજીતકુમાર રામસુરત રાય ઉવ.૨૮ એ કોઈ કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






