Tuesday, June 30, 2026
HomeGujaratલાલપર પાસે ટ્રકની ટક્કરે ગ્રામિણ ડાકસેવક ગંભીર ઇજાગ્રસ્ત

લાલપર પાસે ટ્રકની ટક્કરે ગ્રામિણ ડાકસેવક ગંભીર ઇજાગ્રસ્ત

મોરબી-વાંકાનેર હાઇવે પર લાલપર ગામ નજીક ટ્રકે પાછળથી સ્કૂટરને ટક્કર મારતા ગ્રામિણ ડાકસેવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં કમરના ગોળામાં ફ્રેક્ચર થતાં તેમને સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-૨ જવાહર સોસાયટીમાં રહેતા અને લાલપર બ્રાન્ચમાં ગ્રામિણ ડાકસેવક તરીકે ફરજ બજાવતા મોહનભાઈ અજાભાઈ મકવાણા ગઈકાલ તા.૨૯/૦૬ના રોજ લાલપર ખાતે ફરજ દરમિયાન કામ પૂર્ણ કરીને પોતાના હીરો કંપનીના મોટર સાયકલ રજી.ન. જીહે-૩૬-એએન-૧૫૩૭ ઉપર પરત ફરી રહ્યા હતા. ત્યારે લાલપર નજીક ઓમકાર પેટ્રોલ પંપ સામે આવેલા કટ પાસે પાછળથી ટ્રક રજી.નં. જીજે-૨૭-વી-૩૭૭૯ના ચાલક સલીમ અહેમદ રફીક અહેમદ ઉવ.૪૯ રહે.હાલ નેપ્ચ્યુન ટ્રાન્સપોર્ટ ગાંધીધામ પૂર્વ કચ્છ મૂળ રહે. મહોલ્લા શેખપુ૨ બરેલી ઉત્તરપ્રદેશ વાળાએ પોતાનો ટ્રક બેફામ ગતિએ ચલાવી આવી મોહનભાઇના સ્કૂટરને ટક્કર મારી હતી. અકસ્માતમાં તેઓ રોડ પર પટકાતા કમરના ગોળામાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ઇજાગ્રસ્ત મોહનભાઈની ફરિયાદને આધારે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!