Tuesday, June 30, 2026
HomeGujaratકાજરડા ગામે ટીંગલ કરવાની ના પાડતાં દુકાનદાર પર ધોકાથી હુમલો

કાજરડા ગામે ટીંગલ કરવાની ના પાડતાં દુકાનદાર પર ધોકાથી હુમલો

માળીયા(મી) તાલુકાના કાજરડા ગામે દુકાન પાસે ટીંગલ કરતા ઇસમને ઠપકો આપવાનો ખાર રાખી દુકાનદાર પર લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં દુકાનદારને માથામાં ઇજા પહોંચી હતી. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના કાજરડા ગામે રહેતા અને રેશનિંગની દુકાન ચલાવતા વેપારી ઇસ્માઇલભાઈ યુનુશભાઈ કાજેડીયાએ ગઈકાલ તા.૨૯/૦૬ના રોજ સવારે પોતાની દુકાન પાસે ટીંગલ કરતા આરોપી જલાવદીન હસણભાઈ કાજેડીયાને પોતાની દુકાન સામે ટીખળ કરતા અટકાવી, જવા માટે કહ્યું હતું. જે વાતનો ખાર રાખી બપોરે વેપારી માળીયા(મી)થી પરત આવતા હોય ત્યારે કાજરડા રોડ ઉપર આરોપીએ દુકાનદારને રોકી ગાળાગાળી કરી લાકડાના ધોકાથી માથામાં એક ઘા માર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્તને માળીયા(મી) સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. હાલ વેપારીની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!