Wednesday, July 1, 2026
HomeGujaratમોરબી ગ્રામ્યમાં યુવતીની છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી, યુવક સામે ફરિયાદ...

મોરબી ગ્રામ્યમાં યુવતીની છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી, યુવક સામે ફરિયાદ નોંધાઈ

અગાઉ યુવતીની બહેન સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી અશ્લીલ માંગણી કરી, ગાળો આપી ધમકી આપી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના એક ગ્રામ્યમાં ૨૨ વર્ષની યુવતીની છેડતી કરી અશ્લીલ માંગણી કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવ્યાનું સામે આવ્યું છે. અગાઉ યુવતીની બહેન સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખીને યુવતી એકલી જતી હોય ત્યારે યુવતીની છેડતી કરી હતી. હાલ તાલુકા પોલીસે આરોપી યુવક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના એક ગામમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત ૨૯ જૂનની સાંજે તે ગામમાં રાખેલ જમણવારમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપી રવિભાઈ છગનભાઈ સોલંકી રહે.નીચી માંડલ વાળાએ તેને અટકાવી પોતાની સાથે સંબંધ રાખવાની અશ્લીલ માંગણી કરી હતી. યુવતીએ ઇનકાર કરતાં આરોપીએ ગાળો આપી ઝઘડો કર્યો હતો. બાદમાં યુવતી આરોપીના માતા-પિતાને સમજાવવા તેના ઘરે ગઈ ત્યારે આરોપીએ ત્યાં પહોંચી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં આજથી દોઢ વર્ષ અગાઉ પીડિત યુવતીની બહેન સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખીને આરોપીએ આ કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું છે. હાલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!