હળવદ પોલીસે રાયસંગપર ગામની ભટેરી અને ટોકરાળુ સીમમાં બ્રાહ્મણી નદી કાંઠે દરોડા પાડી દેશી દારૂ બનાવવાના કુલ ૭૧૫ લીટર ઠંડા આથાનો જથ્થો ઝાડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન બંને સ્થળે આરોપીઓ હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી તેમની સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે રાયસંગપર ગામની ભટેરી અને ટોકરાળુ સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની ખાનગીરાહે બાતમી મળતા ઉપરોક્ત અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દરોડામાં બુધાભાઈ અમુભાઈ ચાવડા રહે. રાયસંગપર વાળાની ભોગવટા જગ્યા ભટેરી નામની સીમમાં દરોડો પાડતા ત્યાંથી ૪૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૧૧,૨૫૦/-મળી આવ્યો હતો, જ્યારે બીજા દરોડામાં મહેશભાઈ કમાભાઈ ડાભી રહે.રાયસંગપર વાળાના કબ્જા ભોગવટા વાળા ટોકરાળુ નામની સીમમાંથી ૨૬૫ લીટર ઠંડો આથો કિ.રૂ. ૬,૬૨૫/- મળી આવ્યો હતો. દરોડા દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળતા તેમને ફરાર જાહેર કરી તેમની સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






