Wednesday, July 1, 2026
HomeGujaratટંકારાના ઘુનડા તળાવમાંથી કેબલ વાયર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ:એક ઝડપાયો...

ટંકારાના ઘુનડા તળાવમાંથી કેબલ વાયર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ:એક ઝડપાયો ચારની શોધખોળ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઘુનડા ગામની સીમમાં આવેલા તળાવમાંથી થયેલી કેબલ વાયર ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને ટંકારા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ઉકેલાયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમાં ગયેલો કેબલ વાયર, ગુનામાં ઉપયોગ કરાયેલા વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 82,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન એલસીબી, ટંકારા પોલીસ અને સર્વેલન્સ ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હ્યુમન સોર્સના આધારે જાણવા મળ્યું કે, ટંકારા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર. નં. 0590/2026 (બી.એન.એસ. કલમ 303(2)) હેઠળ નોંધાયેલા કેસમાં ઘુનડા ગામના ઢબુકીયું તળાવમાંથી આશરે 150 ફૂટ લાંબો અને 22 કિલોગ્રામ વજનનો ઇલેક્ટ્રિક મોટરનો કોપર કેબલ વાયર ચોરી કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન મહાવીરભાઈ મનોજભાઈ રાઠોડને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કેબલ વાયર ઉપરાંત ગુનામાં ઉપયોગ કરાયેલ મોટરસાયકલ, રિક્ષા અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 82,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં વિપુલ આનંદભાઈ આમરોણીયા (રાજકોટ), ‘ડાડા’ અને ‘મામા’ તરીકે ઓળખાતા બે વ્યક્તિઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની સંડોવણી પણ સામે આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ અને શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!