Wednesday, July 1, 2026
HomeGujaratવાંકાનેરની સ્પેકોન ટાઇલ્સમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં શ્રમિકનું મોત

વાંકાનેરની સ્પેકોન ટાઇલ્સમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં શ્રમિકનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલી સ્પેકોન ટાઇલ્સ ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં ૨૬ વર્ષીય શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલી સ્પેકોન ટાઇલ્સમાં કામ કરતા મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના પીપળીયા રાસોડા ગામના વતની રિતેશ પ્રેમનારાયણ વર્મા ઉવ.૨૬ને ગઈકાલ તા.૩૦/૦૬ના રોજ ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!