Thursday, July 2, 2026
HomeGujaratવાંકાનેર: રંગપર નજીક બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત, કાર ચાલક ગંભીર રીતે...

વાંકાનેર: રંગપર નજીક બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત, કાર ચાલક ગંભીર રીતે ઘાયલ

રોડના કામ દરમિયાન એક તરફનો માર્ગ બંધ હોવાથી સર્જાયો અકસ્માત: ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બોલેરો ચાલકને બંને પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ સારવારમાં રહેલ બોલેરો ચાલકની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક નેશનલ હાઇવે પર રોડનું કામ ચાલતું હોવાથી એક તરફનો માર્ગ બંધ હતો. તે દરમિયાન સામસામે આવી ગયેલા ટ્રક અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરો ચાલક પ્રેમજીભાઈ મનુભાઈ મકવાણા ઉવ.૨૭ રહે. નાળીયરી તા. ચોટીલા વાળા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે અકસ્માતના બનાવ અંગેની ફરિયાદ મુજબ, ઇજાગ્રસ્ત પ્રેમજીભાઈ ગત તા.૧૬/૦૬ના રોજ પોતાની બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૧૩-એએક્સ-૮૭૫૪માં બળતણના લાકડાં ભરી કાબરણ ગામેથી મોરબી તરફ જઈ રહ્યા હતા. ત્યારે વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક પહોંચતા સામે તરફથી આવેલા ટ્રક નં. જીજે-૧૪-એક્સ-૬૨૦૦ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી અને બેફામ ગતિએ ચલાવી આવી બોલેરો પીકઅપ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માતમાં પ્રેમજીભાઈને બંને પગમાં ફ્રેક્ચર તેમજ છાતીની પાંસળીઓ અને જમણા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!