અમદાવાદમાં ગેરકાયદે હથિયારના કેસનો હિસ્ટ્રીશીટર કલીમ ને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં આરોપીની પૂછપરછ દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પર છરી થી હુમલો કરવામાં આવ્યો છે જેમાં શરદ સિંઘલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તો સામે ક્રાઇમ જેસીપી શરદ સિંઘલ એ પણ સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હતી ફાયરિંગમાં આરોપીને પગમાં ગોળી લાગી હતી.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત જેસીપી શરદ સિંઘલ અને આરોપી કલીમ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે આ સમગ્ર ઘટનાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ ગુનાના આરોપી કલીમ પાસેથી ચાર હથિયારો મળી આવ્યા છે જેમાં આરોપી કલીમ ઉપર 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. અમદાવાદ જેસીપી શરદ સિંઘલ અને પીઆઈ ઘાસુરા પૂછપરછ કરી રહ્યા હતા એ આરોપીની તલાશી લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આરોપી નશાની હાલતમાં હતો રસોડામાં વપરાતી છરીથી કર્યો હુમલો. શરદ સિંઘલને ડાબા હાથમાં ઇજા પહોચી વધુ તપાસ અમદાવાદ પોલીસે અને ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.






