Thursday, July 2, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં ‘સહકાર થી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે ‘એક પેડ મા કે નામ’...

મોરબી જીલ્લામાં ‘સહકાર થી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ

રાષ્ટ્રીય સહકાર સપ્તાહ અંતર્ગત મોરબી જીલ્લાની સહકારી બેંક, દૂધ સંઘો અને એ.પી.એમ.સી. પરિસરમાં ઉત્સાહભેર કરાયું વૃક્ષારોપણ.

- Advertisement -
- Advertisement -

મોરબી: દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારિતા મંત્રી દ્વારા દેશમાં સહકારી પ્રવૃત્તિઓને નવી ઊર્જા આપવા માટે પ્રસ્થાપિત કરાયેલી “સહકાર થી સમૃદ્ધિ” ની ઉદાત્ત ભાવનાને સાકાર કરવાના ભાગરૂપે મોરબી જીલ્લામાં રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર જીલ્લામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અભિયાનમાં જીલ્લાની સહકારી સંસ્થાઓએ પર્યાવરણ સંવર્ધન માટે ઉત્સાહ દાખવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જીલ્લામાં કાર્યરત વિવિધ સહકારી બેંક, દૂધ ઉત્પાદક સહકારી સંઘો, ખરીદ-વેચાણ સંઘો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તેમજ ગ્રામ્ય સ્તરની પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના પરિસરમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સમગ્ર જીલ્લામાં સહકારિતાનો સંદેશ પહોંચાડવા અને સહકારી ક્ષેત્રના માધ્યમથી હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધવાના મુખ્ય હેતુ સાથે આ સઘન વૃક્ષારોપણ અભિયાન યોજાયો હતો તેવું મોરબી જીલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!