ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કરી મૃતદેહ બહાર કાઢ્યો, સિવિલ હોસ્પિટલ ખસેડાયો.
મોરબીના પીપળી રોડ પર બેલ્ટા સિરામિક પાછળ આવેલા તળાવમાં ૧૮ વર્ષીય એક યુવકનું ડૂબી જતાં તેનું મોત થયું હતું. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.
મોરબી ફાયર કંટ્રોલ રૂમને સવારે આશરે ૧૦ વાગ્યે ૧૦૧ પર કોલ મળ્યો હતો કે પીપળી રોડ પર બેલ્ટા સિરામિક પાછળ આવેલા તળાવમાં એક વ્યક્તિ ડૂબી ગયો છે. જેથી મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી તળાવમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરી મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ મુજબ સંજય માલમુમુ ઉવ.અંદાજે ૧૮ રહે. મૂળ ભાડાપાઈ ઝારખંડ રાજ્યના વતની હોવાનું સામે આવ્યું છે. હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






