મેઇન્ટેનન્સ કામગીરીને પગલે પેટા વિભાગ-૦૨ અને ૦૩ હેઠળના વિસ્તારોમાં સવારે ૭થી બપોરે ૨થી ૩ વાગ્યા સુધી વીજકાપ.
મોરબી શહેરમાં બુધવાર, તા. ૨૧ ઓક્ટોબરના રોજ વીજલાઇન અને સબસ્ટેશનની જાળવણી કામગીરીને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે. પેટા વિભાગ-૦૨ હેઠળ સવારે ૭થી બપોરે ૨ વાગ્યા સુધી, જ્યારે પેટા વિભાગ-૦૩ હેઠળ સવારે ૭થી બપોરે ૩ વાગ્યા સુધી વીજકાપ રહેશે.
મોરબી શહેરના પેટા વિભાગ-૦૨ અને પેટા વિભાગ-૦૩ દ્વારા જાળવણી કામગીરી માટે વીજકાપ અંગે નાયબ ઈજનેર દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે.
જેમાં પેટા વિભાગ-૦૨ હેઠળના રેલવે ફીડરમાં શક્તિ કોમ્પ્લેક્સ, એલ.ઈ. કોલેજ, ક્વાર્ટર્સ, હોસ્ટેલ, ફ્લોરા અક્ષર સિટી, ડી-માર્ટ, સ્વામિનારાયણ મંદિર, ન્યૂ પેલેસ ક્વાર્ટર્સ, શાંતિ ભુવન અને સાર્થક વિદ્યાલય સહિતના વિસ્તારોમાં સવારે ૭થી બપોરે ૨ વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.
જ્યારે પેટા વિભાગ-૦૩ હેઠળ ૧૧ કેવીની લાઇન અને ૬૬ કેવી જેટકો સબસ્ટેશનમાં મેઇન્ટેનન્સની કામગીરીને પગલે સવારે ૭થી બપોરે ૩ વાગ્યા સુધી વીજકાપ રહેશે.
આ સમયગાળા દરમિયાન મુનનગર ફીડર હેઠળ ડિવાઇન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમિ સોસાયટી, મુનનગર ચોક, ચંદ્રેશનગર, ન્યૂ ચંદ્રેશનગર, સતનામનગર, શ્રીજી પાર્ક, યદુનંદન, સતવારા એસ્ટેટ અને લાતી પ્લોટના કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે. લાતી પ્લોટ ફીડર હેઠળ હદાણીની વાડી, પ્રમુખસ્વામી પાર્ક-૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસિડેન્સી, શ્યામ પાર્ક, રાધાકૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યૂ જનકનગર, નિરવ પાર્ક, લાતી પ્લોટ અને અયોધ્યાપુરી મેઇન રોડ સહિતના વિસ્તારોમાં વિજકાપ રહેશે.
હોસ્પિટલ ફીડર હેઠળ વાવડી રોડના રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર સહિતના વિસ્તારો ઉપરાંત જોન્સનગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસેનો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિંહજી રોડ, નગર દરવાજા આસપાસના વિસ્તારો અને સાવસર પ્લોટ નજીકની હોસ્પિટલોનો વીજપુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત, રાજનગર ફીડર હેઠળ રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધિ સોસાયટી, ધર્મભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ રોડ, પંચાસર રોડ પરનું પમ્પિંગ હાઉસ, નવા મુનનગર, સત્યમ હોલ, મુનનગર ચોક આસપાસનો વિસ્તાર, લાતી પ્લોટના કેટલાક ભાગો, મફતિયાપરા અને ટેલિફોન એક્સચેન્જ આસપાસના વિસ્તારોમાં પણ વીજકાપ રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.






