માળિયા મિયાણા, ૩ જુલાઈ ૨૦૨૬:
પશ્ચિમ રેલવે દ્વારા માળિયા મિયાણા અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રેન નંબર ૯૪૮૦૧/૯૪૮૦૨ (અમદાવાદ – ભુજ – અમદાવાદ) ‘નમો ભારત રેપિડ રેલ’ ને માળિયા (MALB) રેલવે સ્ટેશન પર ઊભા રાખવા (સર્વિસ હોલ્ટ) માટે રેલવે વિભાગ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના ચીફ પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન મેનેજર (CPTM) દ્વારા ૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ અમદાવાદ ડિવિઝનના સિનિયર ડી.ઓ.એમ. (Sr. DOM) ને આ અંગેનો સત્તાવાર પરિપત્ર જારી કરી જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
ઝડપી કનેક્ટિવિટી: અમદાવાદ કે ભુજ જવા માટે માળિયાના નાગરિકોને હવે આધુનિક અને હાઈ-સ્પીડ ‘નમો ભારત રેપિડ રેલ’ ની સુવિધા સીધી જ પોતાના હોમ-સ્ટેશનથી મળશે.
સમયનો બચાવ: વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને મુસાફરી માટે અન્ય મોટા સ્ટેશનો સુધી જવાની જરૂરિયાત ઘટશે, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.
વિકાસને વેગ: રેલવે કનેક્ટિવિટી વધવાથી સ્થાનિક રોજગારી અને વેપાર-ઉદ્યોગને પણ સારો ફાયદો થશે.






