મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના તમામ ૫ તાલુકાઓમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે, જેમાં માળિયા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ માળિયા તાલુકામાં નોંધાયો છે. અહીં ૨૪ કલાકમાં કુલ ૭૩ મીમી (આશરે ૨.૮૭ ઇંચ) વરસાદ પડ્યો છે. માળિયામાં રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન જ ભારે ૬૯ મીમી વરસાદ ખાબક્યો હતો. ટંકારા તાલુકામાં ૨૪ કલાક દરમિયાન કુલ ૧૭ મીમી (૦.૬૭ ઇંચ) વરસાદ નોંધાયો છે. અહીં મુખ્યત્વે રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન ૧૧ મીમી અને ત્યારબાદ રાત્રે ૧૦:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન ૬ મીમી વરસાદ પડ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક એવા મોરબી તાલુકામાં કુલ ૧૩ મીમી (૦.૫૧ ઇંચ) વરસાદ નોંધાયો છે. અહીં પણ રાત્રિના સમયે (૦:૦૦ થી ૧૨:૦૦ વચ્ચે) ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. વાંકાનેર તાલુકામાં આ સમયગાળા દરમિયાન કુલ ૭ મીમી (૦.૨૮ ઇંચ) હળવો વરસાદ નોંધાયો છે. હળવદ તાલુકામાં પણ ૨૪ કલાકમાં કુલ ૬ મીમી (૦.૨૪ ઇંચ) વરસાદી ઝાપટું નોંધાયું છે.






