Tuesday, July 7, 2026
HomeGujaratમોડપર ગામે બીએસએફ જવાન ઉપર હુમલા કેસમાં વળતી ફરિયાદ નોંધાઈ

મોડપર ગામે બીએસએફ જવાન ઉપર હુમલા કેસમાં વળતી ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના મોડપર ગામે બીએસએફ જવાન પર થયેલા હુમલાના કેસમાં હવે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે. જેમાં એક મહિના જૂની ફોન પરની બોલાચાલીનો ખાર રાખી બીએસએફ જવાને ઘર પાસે આવી મારપીટ અને ધમકી આપી હોવાની ફરિયાદ અત્રેના પોલીસ મથકે નોંધવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ મથકમાં કાજલબેન અક્ષયભાઈ સોલંકીની ફરિયાદના આધારે પીપળીયા ગામના ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા રહે.હાલ ગાંધીનગર બીએસએફ કેમ્પ વાળા સામે ગુનો નોંધાયો છે. જેમાં આશરે એક મહિના અગાઉ ફરિયાદીના પતિ સાથે ફોન ઉપરની બોલાચાલીનો ખાર રાખી આરોપી ઓમદેવસિંહે ફરિયાદીના પતિને પીપળીયા ચાર રસ્તા બોલાવ્યા હતા. પરંતુ ફરિયાદીના પતિ ત્યાં ન જતાં આરોપી મોડપર ગામે ફરિયાદીના ઘરે આવી ગાળો આપી તેમના પતિને બે-ત્રણ લાફા મારી ઇજા પહોંચાડી હતી તેમજ વચ્ચે પડેલા આશાબેનને ધક્કો મારી પાડી દીધા હતા. આ ઉપરાંત પીપળીયા માતાજીના મેળામાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ મીરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!