Tuesday, July 7, 2026
HomeGujaratમિતાણા નજીક અચાનક રોડ પર આવેલા આખલા સાથે બાઈક અથડાતા યુવકનું મોત

મિતાણા નજીક અચાનક રોડ પર આવેલા આખલા સાથે બાઈક અથડાતા યુવકનું મોત

ટંકારા તાલુકાના મિતાણા-ગણેશપર રોડ પર અચાનક આખલો રોડ પર આવી જતાં બાઈક અથડાયુ હતું. આ અકસ્માતમાં ૧૮ વર્ષીય ખેત શ્રમિકનું સારવારમાં મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના મિતાણા-ગણેશપર રોડ પર ફ્રેન્સ પોલીપેક ફેક્ટરી નજીક ગત તા.૦૩ જુલાઈની રાત્રે ૧૮ વર્ષીય મોનાભાઈ તેનુભાઈ પસાયા રહે.હાલ-મિતાણા આમની સીમ હરકાંતભાઇ રામજીભાઇ ગજેરાની વાડીમા તા.ટંકારા મુળ રહે-પનાલા આમ તડવી ફળીયા જી.અલીરાજપુર રાજય- એમ.પી.વાળો પોતાના બાઈક પર વાડી તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક રોડ ઉપર આવેલા આખલા સાથે તેમનું બાઈક અથડાયું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા યુવકને ટંકારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!