Wednesday, July 8, 2026
HomeGujaratમોરબીના લાતી પ્લોટમાં રહેણાંકમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, મહિલા સહિત ત્રણ સામે...

મોરબીના લાતી પ્લોટમાં રહેણાંકમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

૧૪૭ દારૂની બોટલ અને ૧૨ બિયરના ટીન કબજે: મહિલા બુટલેગર સામે કાર્યવાહી, મુખ્ય બે આરોપી ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નં.૪માં દરોડો પાડી વિદેશી દારૂની નાની-મોટી ૧૪૭ નંગ બોટલ અને બિયરના ૧૨ નંગ ટીન સાથે મહિલા બુટલેગર સામે કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન દારૂ સપ્લાય કરનાર બે મુખ્ય આરોપીઓ સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તે બંનેને દરર જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નં.૪ ખાતે રૂકસાનાબેન ઈમરાનભાઈ સિપાઈના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી વિદેશી દારૂની અલગ અલગ ક્ષમતા અને બ્રાન્ડની ૧૪૭ બોટલ તેમજ કિંગફિશર બિયરના ૧૨ ટીન માલી કુલ રૂ.૨૪,૪૨૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પકડાયેલ મહિલા આરોપી રૂકસાનાબેન ઇમરાનભાઈ સિપાઈ ઉવ.૩૫ની પૂછપરછ દરમિયાન આ દારૂ આરોપી સમીર જુસબભાઈ કટીયા રહે. લાતી પ્લોટ શેરી નં.૩/૪ અને ઈકબાલભાઈ ઉર્ફે કારો આલમભાઈ કટીયા રહે. લાતી પ્લોટ શેરી નં.૪ વાળો પોતાના ઘરે વેચાણ માટે મૂકી ગયા હોવાનું જણાવ્યું હતું. જોકે બંને આરોપીઓ રેઇડ દરમિયાન સ્થળ પર હાજર નહિ મળી આવતા પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યા છે. આ સાથે પોલીસે આરોપી મહિલા તેમજ ફરાર બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!