Tuesday, July 7, 2026
HomeGujaratમોરબીના પ્રેમજાળ, ખંડણી અને ધમકીના કેસમાં મહિલા આરોપીને નિયમિત જામીન મંજૂર

મોરબીના પ્રેમજાળ, ખંડણી અને ધમકીના કેસમાં મહિલા આરોપીને નિયમિત જામીન મંજૂર

મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી કાજલ કુમારી રામજીભાઈ મહોત તે ફરિયાદીને પ્રેમજાળ માં ફસાવી સબંધ કેળવી સાથે ફોટો વિડિઓ ઉતારી ફોટો તથા વિડિઓ વાયરલ કરી બદનામ કરવાની તથા બળત્કાર ના ખોટા કેશ માં ફસાવી દેવાની ધમકીઆપી અલગ અલગ સમયે આશરે કુલ રૂપિયા. ૧૭, ૭૮,૫૦૦/-રોકડા રૂપિયા પાડવી તેમજ ફરિયાદી પાસેથી સોના દાગીના જેમાં સોનાની એક જોડી બુટી કી. રૂ. ૧૩,૦૦૦/-સોનાનુ બ્રેસલેટ રૂ. ૪૫, ૦૦૦/-તેમજ સોનાની વીંટી કી રૂ. ૬૫, ૦૦૦/-ની વસ્તુ બળજબરી પૂર્વક કઢાવી ૧,૫૦,૦૦૦/-એમ કરીને કુલ ૨૦,૫૦,૦૦૦/-ની રકમ ફરિયાદી પાસે થી કઢાવી લઈ ફરિયાદી ને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી જે અંગે ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

બાદમા કાજલકુમારી રામજીભાઈ મહાતો/ચૌહાણ ના ચાર્જશીટ પહેલાની રેગ્યુલર જમીન અરજી સેશન્સ કોર્ટ, એડવોકેટ જે. એમ. પરીખ, કેતનભાઈ બી. ચૌહાણ, દેવજી આર ચૌહાણ, વિશાલ ડી યાજ્ઞિક મારફત રેગ્યુલર જામીન અરજી કરી હતી અને સેસન્સ કોર્ટ દ્વારા દલીલો માન્ય રાખી આરોપીને 50,000/-જમીન પર મુક્ત થવાનો હુકમ કરેલ છે.

આ કેસમા આરોપી તરફે એડવોકેટ જય એમ પરીખ,કેતન બી.ચૌહાણ, દેવજી આર. ચૌહાણ, વિશાલ ડી. યાજ્ઞિક અને સહાયક તરીકે રાકેશ ચાવડા, જય મહાલિયા, વિશાલ ખીટ રોકાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!