Wednesday, July 8, 2026
HomeGujaratહળવદના ઘનશ્યામપુરની સીમમાં તીનપત્તિનો જુગાર રમતા ૭ જુગારીઓ ઝડપાયા

હળવદના ઘનશ્યામપુરની સીમમાં તીનપત્તિનો જુગાર રમતા ૭ જુગારીઓ ઝડપાયા

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ઘનશ્યામપુર ગામની સીમમાં જૂના કોંઢના રસ્તે અજીતભાઈ રઘુભાઈ ચૌહાણની વાડી નજીક દરોડો પાડ્યો હતો. ત્યાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા અજીતભાઈ રઘુભાઈ ચૌહાણ ઉવ.૪૫, દિનેશભાઈ નરશીભાઈ સોનાગ્રા ઉવ.૪૨, અંબારામભાઈ ગોરધનભાઈ સોનાગ્રા ઉવ.૪૦, દયારામભાઈ લખમણભાઈ સોનાગ્રા ઉવ.૫૦ ચારેય રહે. ઘનશ્યામપુર તા.હળવદ, તથા દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર ઉવ.૪૦ રહે. હળવદ તેમજ રઘુવીરસિંહ ખોડુભા ઝાલા ઉવ.૬૦ અને જગદીશભાઈ મુગટલાલ રાવલ ઉવ.૫૧ બંને રહે. કોયબા તા. હળવદ વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૩૨,૪૬૦/-સહિતનો મુદ્દામાલ ઝડપી લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!