Wednesday, July 8, 2026
HomeGujaratવાંકાનેરની સિપાઈ શેરીમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેરની સિપાઈ શેરીમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જીનપરા જકાતનાકા નજીક સિપાઈ શેરીમાં હુસેનભાઈ જીંદાણીના ઘર પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તિનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા મુકેશભાઈ ભોગીલાલ શાહ ઉવ.૫૯ રહે. જીનપરા શેરી નં.૨ વાંકાનેર, જયેશભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા ઉવ.૫૯ રહે.જીનપરા રંગવાળી શેરી વાંકાનેર, વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા ઉવ.૫૦ રહે. પ્રતાપ ચોક વાંકાનેર, ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા ઉવ.૫૦ રહે.જીનપરા શેરી નં.૨ વાંકાનેર તથા આસીફભાઈ ઇકબાલભાઈ માંડકિયા ઉવ.૨૮ રહે. મોરબી ઘાંચી શેરી વાળાને રોકડા રૂ.૧૮,૦૫૦/- સહિત ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!