મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયાએ જીલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના સાથે પરામર્શ કરીને વિવિધ મોરચા અને તાલુકા ભાજપના હોદ્દેદારોની નિમણૂક જાહેર કરી છે.
મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક માળખું વધુ મજબૂત બનાવવા વિવિધ મોરચા અને તાલુકા ભાજપના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જીલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા અને જીલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાના પરામર્શ બાદ જાહેર કરાયેલી નિમણૂકો મુજબ નિતીનભાઈ અમરશીભાઈ નેશડીયાને કિસાન મોરચા જીલ્લા મંત્રી, હિનાબા કૃપાલસિંહ જાડેજાને મહિલા મોરચા જીલ્લા મંત્રી, અંકિતભાઈ સવજીભાઈ અમૃતિયાને યુવા મોરચા જીલ્લા મંત્રી, ગોપાલભાઈ કેશવલાલ સોલંકીને અનુસૂચિત જાતિ મોરચાના જીલ્લા ઉપપ્રમુખ, ઈમરાનભાઈ ગુલમહંમદભાઈ માંડકિયાને લઘુમતી મોરચાના જીલ્લા ઉપપ્રમુખ, રીઝવાનભાઈ રમઝાનભાઈ ઉનડપૌત્રાને લઘુમતી મોરચાના જીલ્લા મંત્રી, કાસમભાઈ મુસાભાઈ ખુરેશીને લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી, રાજેશભાઈ મનસુખભાઈ શેરસિયાને મોરબી તાલુકા ભાજપના મંત્રી તેમજ નયનાબા જયપાલસિંહ ઝાલાને ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જીલ્લા ભાજપે તમામ નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી સંગઠનને વધુ મજબૂત બનાવવા વિશ્વાસ વ્યક્ત કર્યો છે.






