Sunday, July 12, 2026
HomeGujaratસાપકડા ગામે કપચીના રૂપિયા માંગતા ઉમા સ્ટોનની ઓફિસમાં તોડફોડ, બે શખ્સો સામે...

સાપકડા ગામે કપચીના રૂપિયા માંગતા ઉમા સ્ટોનની ઓફિસમાં તોડફોડ, બે શખ્સો સામે ગુનો નોંધાયો

બાકી રૂપિયાની ઉઘરાણીનો ખાર રાખી સ્કોર્પિયોમાં ધસી આવ્યા: લોખંડના પાઇપ અને છરી સાથે કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી.

- Advertisement -
- Advertisement -

હળવદના સાપકડા ગામે કપચીના બાકી રૂપિયા માગવા ફોન કરનાર ઉમા સ્ટોનના કર્મચારીઓ સાથે બે શખ્સોએ ઝઘડો કરી ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી હતી. ઘટનામાં ઓફિસમાં અંદાજે રૂ.૩૦ હજારનું નુકસાન થયું હતું. હાલ સમગ્ર બનાવ અંગે ઓફિસ કર્મસીગરીની ફરિયાદને આધારે બન્ને આરોપી વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોંધ્યો છે.

હળવદ તાલુકાના સાપકડા ગામે આવેલ ઉમા સ્ટોન કંપનીના કર્મચારી બીજલભાઈ લાલજીભાઈ ઉઘરેજા ઉવ.૩૪ રહે. ભલગામડા તા.હળવદ વાળાએ ગાઈકાલ તા.૧૧/૦૭ના રોજ કપચીના બાકી રૂ.૧૪,૩૨૦/-ની ઉઘરાણી માટે સાપકડા ગામના જીગ્નેશસિંહ ઉર્ફે જીગાભાઈ સુખદેવસિંહ ઝાલાને ફોન કર્યો હતો. આ બાબતનો ખાર રાખી જીગાભાઈ અને હરદીપસિંહ સુખદેવસિંહ ઝાલા કાળા રંગની સ્કોર્પિયો કારમાં કંપની ખાતે પહોંચ્યા હતા.

આરોપીઓ પૈકી જીગાભાઈના હાથમાં લોખંડનો પાઇપ અને હરદીપસિંહ પાસે છરી હતી. બંનેએ ઓફિસનો ગેટ તોડી અંદર પ્રવેશ કરી બારીઓના કાચ અને અન્ય સામાનમાં તોડફોડ કરી અંદાજે રૂ.૩૦ હજારનું નુકસાન કર્યું હતું, આ દરમિયાન કર્મચારીઓ વચ્ચે પડતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી ગયા હતા. હાલ બનાવ અંગે ઉમા સ્ટોન કંપનીના મેનેજર બીજલભાઈ ઉઘરેજાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા અને હરદીપસિંહ સુખદેવસિંહ ઝાલા સામે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!